Friday, 22 November 2019

Next Statio (Part 2/3)


રુદ્ર એની સ્નેહા ની પ્રથમ મુલાકાત ને આજે એક વર્ષ પુરૂ થાયુ હતું એની બન્ને ની આખરી મુલાકાત ને લગભગ એક પખવાડીયુ. બન્ને ના જીવન માં આમ તો ફર્ક નતો આવ્યો પણ છેલ્લા પંદર દિવસ માં બન્ને ના મન માં જાણે વારં વાર કોઈ તુફાન આવી અને માનસિક સ્થિતિ ખોરવી નાખતું હતું. દુવિધા નો કોઈ પાર નતો પરંતુ સમસ્યા શું છે અને એનો ઉકેલ કેમ લાવવો એના થી બન્ને અજાણ હતા.
આમ તો આજ ના ઝડપથી ચાલતા અને પ્રગતિશીલ જમાના માં લોકો નું મળવું અને છુટ્ટા પડવું ખુબજ સામાન્ય ગણાય પરંતુ રુદ્ર એની સ્નેહા ના જીવન મા જાણે કંઈક અલાગ આજ લખાયુ હતું. રુદ્ર અને સ્નેહા એક બીજા થી ખુબજ અલગ હતા – બન્ને ના ફેમીલી બેકગ્રાઉન્ડ તદ્દન અલગ, ભણતર અલગ, વ્યવસાય ના ક્ષેત્ર પણ અલાગ બસ એકજ સામાન્યતા હતી બન્ને મા -  તેમના શાંત અને કોમળ સ્વભાવ….
શ્રીમંત ઘર ની એક ની એક લાડલી દિકરી સ્નેહા. તેના પપ્પા ને રાજકોટ માં બાંધકામ નો ખુબ મોટો બિઝનેસ હતો અને એટલેજ સ્નેહા ને સિવિલ એન્જિનિયર બનાવી. બાંધકામ એની બિલ્ડિંગ્સ ને સમાજવાની ક્ષમતા ની સાથે પપ્પા પાસે થી સ્નેહા ને માણસો ને સમાજવાની ગુણવત્તા પણ મળેલી. નાનપણ થી કોઈ રાજકુમારી ની જેમ ઉછેરેલી સ્નેહા એ ભણી લિધા પછી જ્યારે આ દુનિયા ને ખુદ ની નજર થી જોવા,  જાણવા અને સમજવાની ની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પપ્પા એ સ્નેહા ને અમદાવાદ માં નોકરી કરવા જવાની પરવાનગી તુરંતજ આપી હતી. સ્નેહા ની હજુ એક ઈચ્છા હતી કે તે પગભર થઈને રહેશે અને એટલા માટે પપ્પા ની કાર અને બાઇક છોડી ને તે અમદાવાદ મા લોકલ બસ મા મુસાફરી કરી રોજ અલગ અલગ મુસાફરો ને નિહારી ને સમજવાની કોશિશ કરતી.
બીજી તરાફ સામન્ય પરિવાર નો મોટો દિકરો રુદ્ર. સાવ નાનકડા ગામ થી મોટા મોટા  સપનાઓ લઈને  અમદાવાદ આવેલા રુદ્ર ઉપર તેના નાના ભાઈ ના ભણતર ની તથા નિવૃત માતા પીતા ની જાવબદરી હતી. એકાઉન્ટન્ટ નુ ભણવા ની સાથે  રૂદ્ર અમદાવાદ ની એક ખાનગી ફાઇનાન્સ કંપની મા સાવર ના સમયે પાર્ટ ટાઈમ નોકરી કરતો.
સ્નેહા એની રુદ્ર ની ઓફિસ એકજ વિસ્તાર મા એટલે બન્ને મોટા ભાગે રોજ સવારે એકજ બસ મા સફર કરતા. સ્વાભવે એકદમ શાંત અને ઓછું બોલવાવાળા આ બન્ને રોજે એક બીજા ને જોતા, ક્યારેક એક બીજાની માટે સિટ પણ રોક્તા પરંતુ આ વ્યાવહાર ક્યારેય એક સ્મીત ની આપ-લે થી આગળ વધ્યોજ નહિ. કાયમી સફર કરતા લોકો ની જે આ બને ની બસ મા બેઠકો લગભાગ ફિક્સ અજ હાતી. સ્નેહા રુદ્ર ની પછી ના બસ સ્ટેશન પર થી ચડ્તી રુદ્ર ની આગળ ની સીટ પર બેસતી. લગભગ 3 માહિના સુધી આ રૂટીન ચાલતું  રેહુ. વ્યવહાર ફક્ત એટલો ગાઢ થયો કે ક્યારેક આ બન્ને માં થી કોઈ એક ના આવ્યું હોય તો બિજા ને ઘણી  આતુરતા થાય કારણ જાણવાની પરન્તુ ક્યાંક મન માં રહેલી કંઈક વાતો આવું પૂછવા થિ બન્ને ને રોકતી..

દિવાળી ની રાજાઓ શરુ થવાની હતી. તેહવાર ના લીધે બસ માં એ દિવસે ખાસ્સી ભીડ હતી. સ્નેહા ના આવતા પહેલાજ તેની સિટ પર કોઈક બેસી ગયું. ઘણું અચકાયા ને વિચાર્યા પછી સ્નેહા એ  રુદ્ર તરફ જોયું અને આગળ કાંઈજ વિચાર્યા વગર રુદ્ર એ તેને પોતાની બાજુ ની જગ્યા પર બેસવાની ઓફર કરી.  બાજુ માં બેસેલી સ્નેહા ને પૂછવા માટે રુદ્ર પાસે ઘણા સવાલો હતા પણ તેને સપના માં ખોવાયેલી સ્નેહા ને ડિસ્ટર્બ કરવી યોગ્ય ના લાગી.
“કોણ જાણે એટલું તો શું વિચારતી હશે આ છોકરી? “ રુદ્ર મન માં બબડ્યો. સ્નેહા ની બોલતી આંખો તો જાણે ખરેખર આખા વિશ્વ ને જીતવા ના સપના જોતી હોઈ એવુ લાગતું. કંઈક તો અરમાન હતા જેને તે સાથે ઊંચકી ને ફરતી. પણ પૂછવા થી કેવું વર્તન આવશે એનો રુદ્ર ને અંદાજો આવતો ન હતો.
વિચારો ની નગરી માં થી રુદ્ર બારે આવે એટલા માં તો સ્નેહા નું સ્ટેશન આવી ગયું. એક નાદાન અને નિખાલસ સ્મિત આપી ને તેણી એ રુદ્ર નો જાણે આભાર વ્યક્ત કર્યો અને બસ માં થી ઉતરી ગઈ.

ના એક બીજા ના કોંટેક્ટ નંબર કે ન તો પુરા નામ ની ખબર; આ બન્ને અજાણ્યા  મુસાફરો એક બીજા ને ફક્ત નિહાળી ને આમજ રોજ ની સફર કાપતા. આ મૌન નો સફર અને આંખો ના વર્તાલાપ ને હવે 11 મહિના થવા આવ્યાતા. બન્ને ભાગ્યેજ એક બીજા સાથે સીટ શેર કરી હતી પણ ઓળખવાનું કુતુહલ નક્કી બન્ને ના દિલ માં કાયમ હતું.
એ સાવરે આ હસમુખી સ્નેહા ના મુખ પર ના ભાવ મા કંઈક બદલાવ જોઈ ને રૂદ્ર ખુદ ને રોકી ના શક્યો અને તેની બાજુ મા જઈને બેસી ગયો. તેને સ્નેહા ની આ અલગ વર્તાતી લાગણી સમજવાની કોશિશ પણ કરી પરંતુ સ્ત્રી ને આજ સુધી કોણ સમજી શક્યું છે કે આ રુદ્ર સમજવાનો.
શુ એ ખુશ છે કે દુખી, કે પછી કોઈ  સમસ્યા છે જે એને સાતવે છે ?? આ બધા પ્રશ્નો થી રુદ્ર તો સ્નેહા કરતા પણ  વાધરે મૂંઝવણ મા હોઇ એવુ લાગતું હતું. આખરે તેને પ્રથમ્ વખત વાર્તાલાપ માંડ્યો.. “હવે આટલા મહિના સાથે સફર કાર્યા પછી આપણે અજાણ્યા તો નજ કેહવાય ને?” રુદ્રએ થોડુ ડરતા ડરતા પૂછ્યું. સ્નેહા એ એક ઊંડો શ્વાસ લીધો અને ફકત એક હા કહી ને જવબ અપ્યો. વાત ને આગળ વધારવા ગુજરાત ની પરંપરા મુજબ રૂદ્ર એ આપડો ‘stereotype’ પ્રશ્ન પુછ્યો,  “કેમ છો, મજા માં ને?” પણ સ્નેહા એ ખાસ કોઈ રસ ન વ્યક્ત કરતા એક ટૂંકું હા કહ્યું.  રુદ્ર એ પરંતુ નક્કી કરેલુ કે આજે તો આ છોકરી નું નામ, સરનામુ અને નંબર બધુજ જાણી લેશે પણ સ્નેહા કંઈક અલગ અજ મૂડ માં હતી. તેને વાત કરવામાં કોઈ રુચિ ન બતાવી. હજુ તો રુદ્ર નામ પૂછે તે પહેલા સ્નેહા નુ બસ સ્ટેશન આવી ગયુ અને તે ફરી એક સ્મિત આપી ને બસ માં થી ઉતરી ગઈ!

આ અધૂરી વાત અને સ્નેહા ના ચેહરા પર ની અસમંજસ ના કારણે રુદ્ર પણ આખો દિવસ બેચેન રહ્યો. જેની સાથે કોઈજ સંબંધ નથી એના માટે એટલા વિચારો શાને આવતા હશે આ વાત રુદ્ર ના મન માં ફરતી રહી.

 રુદ્ર પાર્ટ ટાઈમ જોબ કરતો એટલે એને બપોરે પાછુ ફરવાનુ જ્યારે સ્નેહા ને સાંજ સુધી ની જોબ હતી. એટલે બન્ને નજ મુલાકાત એકજ વખત થતી; પણ આજે સ્નેહા પણ હાફ ડે જોબ કરીને બાપોર સુધી માં પરત ફરી. જોગ-અનુજોગ બન્ને બપોર ની બસ માં ફરી મળ્યા! રુદ્ર ને થયુ કે આ નક્કી કંઈક સંદેશ છ. બસ મા સ્નેહા ને જોઈને રુદ્ર 2 મિનિટ તો પાછો મુકાયો પણ કદાચ સવાર ના અધુરા વર્તાલાપ પછી એની હિમ્મત ન થઇ કે તે સ્નેહા ની બાજુ માં જઈને બેસે. પરન્તુ તેની આંખો સતત સ્નેહા ના મન મા રહેલી ભાવના ને ઉકેલેવાના પ્રયાસ મા હતી. ખુબજ સરલ અને હસમુખી સ્નેહા કોણ જાણે કઈ દુનિયા મા હતી કઈ સમજાતુ ન હતું.
અચનાક સ્નેહા નો ફોન વાગ્યો. પાછળ ની સીટ પર બેસેલા રુદ્ર ની પણ જાણે દિલ માં ઘંટડી વાગી. તેને થયું કે સ્નેહા ફોન મા કોઈ જોડે વાત કરશે તેના લાર થી કદાચ કંઈક અંદાજો આવશે. પરંતુ સ્નેહા એ કોલ મા જવાબ અપ્યો કે હું રસ્તામાં છું, હું તમને 5 મિનિટમાં ફોન કરીશ. એની પછી જે નેક્સ્ટ સ્ટેશન આવ્યું ત્યાં ઉતરી ગઈ.
સ્નેહા ના ચેહરા પર જે ભાવ હતા તેના કરતા બામણા ઉમદા પ્રશ્નચિન્હો રુદ્ર ના મન માં હતા. શું થયું હશે તેને, સવારે મેં તેની બાજુ મા જઈને વાત કરવનો પ્રયાસ કર્યો તેનાથી એને ખરાબ તો નહિ  લાગ્યું હોઇ ને, કોઈ તકલીફ મા હશે , કે તબિયત ખરાબ હશે, પણ તે પેલા  સ્ટેશન પર કેમ ઉતરી ગઇ, એટલો ઉર્જન્ટ કોનો કોલ આવ્યો હશે ? ? આવા વિચારો માં રુદ્ર ડૂબવા લાગ્યો…

No comments:

Post a Comment